અમારા વિશે

શ્રી ગોપાલ ગૌશાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે

तीर्थ स्नानेषु यत्पुण्यं, यत्पुण्यं विप्रभोजने सर्वव्रतोपवासेषु सर्वेष्वेव तपः सु च |
यत्पुण्यं च महादाने, यत्पुण्यं हरिसेवने भुवः पर्यटने यतु सर्ववाक्येषु यद्रवेत |
यत्पुण्यं सर्वयज्ञषु दीक्षया च लभन्नेर: तत्पुण्यं लभते प्राज्ञो गोभ्यो दत्वा तृणनि च ||

અર્થ:

        "માણસને તીર્થયાત્રા કરવાથી, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી,બધાં વ્રત અને ઉપવાસ કરવાથી, તપશ્ચર્યા કરવાથી, દાન કરવાથી, ભગવાનની સેવાપૂજા કરવાથી, સંપૂર્ણ પૃથ્વિની પરિક્રમા કરવાથી, બધા પ્રકારના યજ્ઞ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, એ પુણ્ય માત્ર ગાયમાતાજીની સેવા કરવાથી પ્રાપ્ત થાય છે."

    શ્રીસંત દેવાભગત રામધુનમંડળ અને ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ, રતનપુર સંચાલિત "શ્રીગોપાલ ગૌશાળા" પોરબંદરથી ૭ કિ.મી. દૂર રતનપુર ગામે મુંબઈ પબ્લીક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ નીચે ચેરીટી કમિશનરમાં નોંધાયેલી સંસ્થા છે.

        આ સંસ્થાની શરૂઆત ૧૯૮૭ માં કરવામાં આવેલી અને વર્ષ ૨૦૦૪ માં શ્રીમતિ હંસાબેન ધનજીભાઈ દેવજીભાઈ તન્ના પરિવાર, લંડન (યુ.કે.) દ્વારા નવનિર્માણ કરાવી આપેલ છે .આ ગૌશાળામાં હાલમાં ફક્ત બિનવારસુ, નિરાધાર અને તરછોડાયેલી ગાયમાતાઓનો રાત-દિવસ ગૌશાળામાં જ રાખીને ગૌવાળ પરિવારના દેખરેખ નીચે પાલન-પોષણ કરવામાં આવે છે. ટ્રસ્ટીમંડળના યુવાન સભ્યો માનદ સેવા આપી રહ્યા છે.

સંપર્ક કરો

દાન કરો

What We Do?

We’re On A Mission To Save
The cows

ગૌ સેવા

 

ગૌશાળામાં ફક્ત નિરાધાર અને તરછોડાયેલી તથા ઘરડી, બિમાર અને બિનવારસુ, રખડતી-ભટકતી ગાયમાતાઓને કાયમને માટે ગૌશાળામાં રાખીને ફક્ત સેવાકીય હેતુથી નિભાવવામાં આવે છે. 24X7 ગોવાળ સહકુટુંબ અહીજ રહે છે. દુબળી અને બિમાર ગાયોને અલગથી રાખી સારવાર આપવામાં આવે છે.

સામાજીક પ્રવુતિઓ

 

ગાયના દૂધને અમૃત તુલ્ય ગણવામાં આવે છે. તે પોષ્ટિક, આહારયુક્ત અને સંપૂર્ણ ખોરાક તરીકે પવિત્ર પણ માનવામાં આવે છે. તાજાં જન્મેલાં બાળકોને ફક્ત ગાયનું દૂધ જ આપવામાં આવે છે. જે માતાના દૂધ સમાન છે. બિમાર માણસોને ગાયનું દૂધ આપવાનું કહેવામાં આવે છે. પંચગવ્ય એટલે કે દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબરનાં-સારામાઠા પ્રસંગોએ ઉપયોગ કરવામાં આવે છે. અહીં તે ફ્રી આપવામાં આવે છે.

ધાર્મિક પ્રવુતિઓ

 

ગાયમાતાનું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે. ગાયને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે. તેથી જ બહેનો "ગાય પૂજણી વ્રત" રહે છે. દિવસે બહેનો ગાયની પૂજા કરે છે અને લીલું ઘાસ વિગેરે ખવડાવે છે. મકરસંક્રાતિના દિવસે ગૌદાન કરવાથી ૧૦૦૦ ગણું પૂણ્ય માનવામાં આવે છે. ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે તેત્રીસ કરોડ દેવતાઓનો તેમાં વાસ હોય તેની સેવા કરવાથી જીવનું કલ્યાણ થાય છે.

ગાય માતા ને કેવી રીતે મદદ કરશો?

  • આપ સૌ ગૌપ્રેમી સુખી સંપન્ન દાતાઓને અમારી નમ્ર અપીલ છે કે આ ગૌસેવાના ભગીરથ કાર્યમાં આપ તન, મન અને ધનથી ''ફૂલ નહી તો ફૂલની પાંખડી'' રૂપે આપની મહેનતની કમાણીમાંથી ખોટા ખર્ચ ઓછા કરી કરકસરરૂપે બચત કરી - ગૌદાન કરતા રહીએ અને પુણ્યનું મહાનફળ મેળવીએ. આપની આવકમાંથી બચાવેલ રકમનું દાન કરી બાકીની કમાણીને પવિત્ર બનાવીએ. ગાયવંશને બચાવવા તેમનું રક્ષણ કરવા, ગૌસેવાનું પૂણ્ય કમાવા તથા તેમનું આપણી ઉપરનું ઋણ અદા કરવા આર્થીક સહાય કરવી એ આપણો મોટો ધર્મ છે.
  •  અમને મદદ કરો
  • આપના તરફથી મળેલ અનુદાન રૂપિયા ૫૦,૦૦૦/- અને તેનાથી વધુ રકમને મુખ્ય દાતાઓના લીસ્ટમાં તકતી મૂકી સમાવેશ કરવામાં આવશે.
  •  
  • સ્વૈચ્છિક દાન
    • નંદી શાળા                           રૂ. ૫,૦૦,૦૦૦/-
    • ગાયો માટે શેડ૨                     રૂ.  ૫૧,૦૦૦/-
    • એક ટ્રક ઘાસ                          રૂ. ૫૧,૦૦૦/-
    • એક ગાય દત્તક                        રૂ. ૩૫,૦૦૦/-
    • વાર્ષિક પ્રોગ્રામ ભોજન પ્રસાદી  રૂ. ૫૧,૦૦૦/-

     

આવનારા પ્રસંગો

અમારા પ્રસંગો

0
સ્થાપના વર્ષ
0
ગાયો
0
ટ્રસ્ટીગણ
0
દત્તકગાયો

ગેલેરી